મોરબી: LCB ના દરોડામાં મોટા દહીંસરા ગામેથી 1428 બોટલ દારૂ ઝડપાયો

0
220
/

માળીયા (મી.) : મોરબી એલસીબને મળેલી હકીકતના આધારે માળીયા મી.ના મોટા દહીંસરા ગામે એક પડતર મકાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની શોધખોળ આદરી છે.

એલસીબી મોરબીના પૅરોલ ફર્લો સ્ક્વોડના પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા તથા એલસીબી મોરબીના પો.કોન્સ. પૃથ્વીસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોટા દહીંસરા ગામે અજયસિંહ ભાવુભા જાડેજા તથા હરદેવસિંહ ભાવુભા જાડેજાએ એક બંધ અને પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. ઉપરોક્ત બાતમીને આધારે ઉક્ત સ્થળે દરોડો પાડતા બંધ મકાનમાંથી અંગ્રજી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1428 બોટલ દારૂ (કિંમત રૂ. 4,39,980) મળી આવ્યો હતો. આથી પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી બન્ને આરોપીને ઝડપી લેવાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/