મોરબી: કુંતાસી ગામ પાસે ચાલુ બાઈકે એટેક આવતા રાજપરના આધેડનું મૃત્યુ

0
233
/

માળીયા : તાજેતરમા માળીયાના કુંતાસી ગામ પાસે ચાલુ બાઈકે એટેક આવતા આધેડનું મોત નીપજ્યું હતું.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રાજપર ગામે રહેતા નરભેરામભાઇ માવજીભાઇ બોપલીયા (ઉ.વ ૪૭) નામના આધેડ માળીયાના કુંતાસી ગામ પાસે આવેલ રીલાયન્સ સંપ પાસે પોતાનુ મોટરસાયકલ ચલાવીને પસાર થઈ રહ્યા હતા.ત્યારે કુંતાસી ગામ પાસે આવેલ રીલાયન્સ સંપ પાસે પોતાને ચાલુ બાઇકે હાર્ટએટેક આવી જતા નીચે પડતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/