વકીલ મારફત અનેક વખત નોટિસ પાઠવવા છતાં કોમ્પ્લેક્સના માલિકોની ઘોર ઉદાસીનતા
મોરબી : મોરબીના ગાંધીચોક પાસે આવેલ એક ખાનગી કોર્મોશ્યલ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સનયથી જર્જરિત થઈ ગયું છે. આ કોમ્પ્લેક્સ જોખમી બની ગયું હોવા છતાં તેની યોગ્ય મરમત્ત કરવાની કોમ્પ્લેક્સના માલિકોએ તસ્દી લીધી નથી. વકીલ મારફત અનેક વખત નોટિસ પાઠવવા છતાં કોમ્પ્લેક્સના માલિકોની ઘોર ઉદાસીનતા દાખવતા હોવાથી વેપારીઓ જીવના જોખમે ધંધો કરવા મજબૂર બન્યા છે.
ગાંધીચોક પાસે આવેલ ખાનગી કોમ્પ્લેક્સમાં અલગ અલગ ચીજવસ્તુઓનો વેપાર કરતા દુકાનદારકોએ ફરીયાદ ઉઠાવી હતી કે તેમનું કોમ્પ્લેક્સ લાંબા સમયથી જર્જરિત બની ગયું છે. આ કોમ્પ્લેક્સના બિલ્ડીંગમાંથી અવારનવાર પોપડા ખરે છે. દુકાનો ચાલુ હોય ત્યારે આ કોમ્પ્લેક્સની છતોમાંથી પોપડા નીચે પડતા હોય ગમે ત્યારે દુર્ઘટના બને તેવી ભીતિ છે. આ કોમલેક્સ સાવ ખખડી ગયું હોવા છતાં જવાબદારો જાણે મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ હજુ સુધીમાં કોમ્પ્લેક્સની યોગ્ય મરમત્તની તસ્દી લેવાઈ નથી. જોકે આ અંગે દુકાનદારોએ કોમ્પ્લેક્સના માલિકોને વકીલ મારફત અનેક નોટિસ પાઠવી હોવા છતાં તેનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. થોડા સમય પહેલા જ આ કોમ્પ્લેક્સની ઇમારતનો અમુક હિસ્સો પડી ગયો હતો. હજુ પણ આ ભયજનક ઇમારતનો કાટમાળ પડે તેવી ભીતિ હોવાથી વહેલી તકે યોગ્ય સમારકામ કરવાની વેપારીઓએ માંગણી ઉઠાવી છે.
વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia
વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
