મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરાયો

0
250
/

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝના મહિલા પત્રકાર અને સબ એડિટર ક્રિષ્ના બુધ્ધભટ્ટીને પણ આ એવોર્ડ આપીને સન્માનિત કરાયા

[રિપોર્ટ: ક્રિષ્ના બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતીય જનતા મહિલા મોરચો ગુજરાત પ્રદેશ આયોજિત સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપેલ હતી

પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય મુકામે તાજેતરમાં ગયેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતીય જનતા મહિલા મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સુષ્મા સ્વરાજ એવોર્ડ મહિલાઓને આપવામાં આવેલ હતો જેમાં સામાજિક યોગદાન આપનાર પોતપોતાના ક્ષેત્રના મહિલા અગ્રણીઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માન તેમજ બહુમાન કરવામાં આવેલ હતુ, વિગતે માહિતી આપીએ તો સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હસીનાબેન ગોરીને કોરોના કાળ દરમિયાન તેમની અનન્ય સેવાના કારણે એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા આ સાથે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝ ના મહિલા પત્રકાર અને સબ એડિટર ક્રિષ્ના બુધ્ધભટ્ટીને પણ આ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ હતા તેમજ તેમની સાથે સામાજિક સેવાલક્ષી સંગઠન ચલાવતા હેતલબેન આંખજાને પણ આ એવોર્ડ એનાયત કરાયો હતો તેમ જ આ સાથે પ્રભાબેન મકવાણા, રંજનબેન ભાયાણી, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ભારતીબેન મકવાણા, તેમજ સોનલબેન, સહિતના મહિલા અગ્રણીઓને આ એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચાના વીણાબેન પ્રજાપતિએ વિશેષ હાજરી આપેલ હતી તેમજ મોરબી ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રસીલાબેન ચાપાણી પણ તેમજ પૂનમબેન હિરાણી હાજર રહેલ હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/