મોરબી: લાલપર નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે મહિલાનું કમકમાટીભર્યું મોત

0
418
/
એકને ઇજા પહોંચતા 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે લાલપર ગામ પાસેથી પસાર થતા સ્પેન્ડર બાઈક નં. GJ-36-N-3729ના ચાલકને ડમ્પરે હડફેટે લેતા તેનું બાઈકમાં પાછળ બેસેલા મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. તેમજ બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે ભીડ જમા થઇ ગઈ હતી. તેમજ આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/