મોરબી : નવલખી પોર્ટમાં લોડરની ઠોકરે યુવાનનું મોત

0
177
/

મોરબી : માળીયા પાસે આવેલ નવલખી બંદરે ગઈકાલે લોડરની સુપડીની ઠોકરે ચડી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની માળીયા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવલખી પોર્ટમાં ગઈકાલે સદામભાઈ નામનો યુવાન આ પોર્ટની સાઈડમાં ઉભો હતો.તે સમયે શ્રીજી શિપિંગ કંપનીના જી.જે 0 3 સી.એલ 9580 નંબરના લોડર ચાલક દ્વારા નવલખી પોર્ટ પર કામગીરી ચાલી રહી હતી.તે દરમ્યાન લોડર ચાલકની બેદરકારીથી લોડરની સુપડીની ઠોકરે સદામભાઈ ચડી જતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નિપજ્યા હતું.આ બનાવ બાદ લોડર ત્યાં જ રેઢું મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો.બાદમાં આ બનાવ અંગે મૃતકના સગા હાજીભાઈ હારુનભાઈ જામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે લોડર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/