મોરબીના રામકો બંગલો નજીક હરિઓમ સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં હોબાળો

0
90
/
મહિલાઓએ પાણી, લાઈટ અને ગટર પ્રશ્ને પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના રામકો બંગલો પાસેની હરિઓમ સોસાયટીમા પ્રાથમિક અસુવિધાના પ્રશ્ને મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો હતો. મહિલાઓએ પાણી, લાઈટ અને ગટર પ્રશ્ને પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી હતી અને મહિલાઓએ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી હતી.

મોરબીના લીલાપર રોડ પર રામકો બંગલો પાસે આવેલ હરીઓમ, સોસાયટીની આશરે ત્રીસ અને ચાલીસ મહીલાઓનુ ટોળું આજે મોરબી નગરપાલિકા કચેરીએ ધસી ગયું હતું અને આ મહિલાઓએ તેમની સોસાયટીમાં પાણી, ઞટર, લાઈટ બાબતે ઉગ્ર રજુઆત કરી હતી. મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે છેલ્લા ત્રણ વર્ષથી રાત્રે જ તેમની સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આ ત્રણ વર્ષમાં કયારેક દિવસે તેમની સોસાયટીમાં પાણી આવ્યું નથી. રાત્રે પાણી વિતરણમાં મોટાભાગની મહિલાઓ પાણીથી વંચિત રહી જાય છે અને હમણાં છેલ્લા 15 દિવસથી તેમની સોસાયટીમાં પાણી નિયમિત આવતું જ નથી.

આથી, સોસાયટીઓએ એવો અણીયારો સવાલ કર્યો હતો કે શું કાયમી અમારે ટેન્કરના પાણી આધારિત જ રહેવાનું છે? તેમજ પાણી ઉપરાંત એક વર્ષથી લાઈટની સમસ્યા છે. સ્ટ્રીટ લાઈટ છે પણ પાવર ડીમ આવે છે. સાથોસાથ ગટર ઉભરાવવાની સમસ્યા છે. ગટરની ગંદકી વકરી છે. એથી, સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી, આ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/