મોરબી: 2017માં મયુર પુલ પરના ગુમ થયેલા ઇલેકટ્રીક પોલ મામલે કાર્યવાહી કરવા માંગ

0
68
/

મોરબી : વર્ષ 2017માં મોરબીના મયુર પુલના 10 થી 15 ઇલેકટ્રીકના થાંભલા ગુમ થયેલ હોવા છતા હજુ સુધી મોરબી નગરપાલીકા દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, મુસ્તાક લાલમહમદભાઇ બ્લોચએ જિલ્લા કલેક્ટર તથા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલ છે.

તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલીકાની ગંભીર બેદરકારીના કારણે 2017માં મયુર પુલના ઇલેકટ્રીક પોલના 10 થી 15 પોલ (થાંભલા) ગુમ થઇ ગયેલ હતા. આ બાબતે મોરબી નગરપાલીકામાં અરજી અને રજુઆત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ સુધી નીમ્ભર તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી અને મોરબી નગરપાલીકાની આ અરજી કયાં સડે છે તે તો જોવાનું જ રહયુ.

વધુમાં, જણાવ્યું છે કે મોરબીના મયુર પુલ કે જે મચ્છુ નદી પર બંધાયેલ છે. આ મયુર પુલ પરના ઇલેકટ્રીકના પોલ 2017ના વર્ષમાં ગુમ થયેલ છે અને આની રજુઆત કરી હોવા છતાં કોઇ યોગ્ય પગલા લેવામાં આવેલ નથી. તથા તે રસ્તા પરથી તો ખુદ અધિકારી પસાર થતા હશે તો તેમને આ નજરે ના પડયુ? વધુમાં, આ અરજી કેમ ખાલી કાગળીયા પર જ રહેશે. આવી રીતે જ ચાલતુ રહેશે તો મોરબીની શી હાલત થશે? તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ અંગે હવે 30 દિવસમાં કાયદેસર પગલા લેવામાં ન આવે તો નગરપાલીકાની પ્રજાના હિત માટે પ્રજાને સાથે રાખી સામુહિક કાર્યક્રમ યોજવામાં આવશે અને જો યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો RTI મુજબ આ અંગે માહિતી માંગવામાં આવશે.

ઉપરાંત, મોરબીના મયુરપુલ અને પાડા પુલ બંને આજ તારીખ સુધી અંધારપટમાં જ છે અને ત્યાં ઈલેકટ્રીક થાંભલા નથી. અનેક વાહનો રાત્રીના સમયે સીરામીક અને અન્ય ઉધોગ હેતુસર આ રસ્તા ઉપર પસાર થાય છે ત્યારે કોઇ અસ્કમાત થવાની પુરી સંભાવના અંધાર પટના લીધે છે. તો ઉપરોકત તમામ વિગતો ધ્યાને લઇ તાત્કાલીક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/