મોરબી : રૂ. 1000ની લાંચ લેનાર સર્કલ ઓફિસરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયો

0
242
/
આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી મિલકત અંગે સર્વે થશે

મોરબી : આજે મોરબી સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર જુવાનસિંહ રતનસિંહ ખેરને ગત શનિવારનાં રોજ એસીબીએ એક અરજદારની વારસાઈ નોંધ પ્રમાણિત કરવા માટે રૂ.1000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

જે બાદ તેનો કોરોના રિપોર્ટ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. રવિવારે રિપોર્ટ નોર્મલ આવતા એસીબીની ટીમે જુવાનસિંહ ખેરની ધરપકડ કરી હતી અને સોમવારનાં રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આગામી સમયમાં આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવશે અને બેનામી મિલ્કત અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબી પી.આઈ. ચૌહાણ ચલાવી રહેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/