મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સઘન સફાઈ કરાઈ

0
180
/

મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાઈ શ્રમદાન આપ્યું

મોરબી : મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી દર રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે આજે રવિવારે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શહેરના જુના બસ સ્ટેન્ડ સહિતના આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું અને સઘન સફાઈ કરવામાં આવી હતી

મોરબીને સ્વચ્છ બનાવવા માટે જાગૃત તબીબો સહિતની સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી નિષ્ઠાપૂર્વક સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે.તેથી આ સફાઈ અભિયાનમાં સુશિક્ષિત વર્ગના અનેક લોકો સ્વંયભુ રીતે જોડાઈ રહ્યા છે અને દર રવિવારે આ સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવે છે.ત્યારે આજે રવિવારે સ્વચ્છતા અભિયાની ટીમ દ્વારા જુના બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં સઘન રીતે સફાઈ કરવામાં આવી હતી.જેમાં મારુ મોરબી, સ્વચ્છ મોરબીના સ્લોગન સાથે નીકળેલી ટીમ આજે જુના બસ સ્ટેન્ડ પહોંચી અને ત્યાં ની આજુ બાજુ ના વિસ્તારોમાં પણ સાફ સફાઈ કરી હતી.તેમજ સ્વચ્છતા નો સંદેશો આપ્યો હતો. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા મોરબી જૂનું બસ સ્ટેન્ડ, નવા ડેલા રોડ તેમજ અયોધ્યા પુરી રોડ પર સાફ સફાઈ કરવામાં આવી હતી. વધુમાં આ જૂનું બસ સ્ટેન્ડ ચોખ્ખું, સ્વચ્છ એન્ડ સુંદર રહે તે માટે કાયમી સ્વચ્છતા નો સ્ટાફ રાખવા ડેપો મેનેજર ને ભલામણ કરતી અરજી લખવામાં આવી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/