મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડે ને બદલે માતાપિતા પૂજન દિવસ ઉજવાશે

0
70
/

મોરબી: ૧૪ ફેબ્રુઆરીના રોજ યુવાનો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે ત્યારે મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે તા. ૧૪ ફેબ્રુઆરીથી અનોખી ઉજવણીનું આયોજન કરાયું છે જેમાં રવિવારે વેલેન્ટાઈન ડે નહિ પરંતુ માતાપિતા પૂજન દિવસ ઉજવાશે

તે ઉપરાંત આગામી સપ્તાહે વિવિધ દિવસોની ઉજવણી કરાશે જેમાં તા. ૧૬ ને મંગળવારે વસંત પંચમી અને સરસ્વતી પૂજન તેમજ તા. ૧૯ ના રોજ શુક્રવારે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે 14 ફેબ્રુઆરી રવિવારના રોજ સાર્થક વિદ્યામંદિરના દરેક બાળકો ઘરે માતાપિતાની પૂજા કરશે. પ્રતીક રૂપે 5 જેટલા માતાપિતા વિદ્યાર્થી સાથે શાળાએ જશે અને માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાશે. 16 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમી છે.

આપણી સંસ્કૃતિમાં આ દિવસનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે વિદ્યાલય દ્વારા સરસ્વતી પૂજનનું આયોજન થશે.તેમજ ૧૯ ફેબ્રુઆરીના રોજ વિશ્વ સૂર્યનમસ્કાર દિવસ છે. ત્યારે સૂર્યનમસ્કારના ફાયદા વિશે સમાજમાં જાગૃતિ આવે તે હેતુ સાર્થક વિદ્યામંદિર અને ક્રીડા ભારતી મોરબી દ્વારા સામુહિક સૂર્યનમસ્કારનું આયોજન થશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/