અધૂરા માસે જન્મેલા ક્રિટિકલ બાળકને નવજીવન આપતા મોરબીના ડોક્ટર

0
126
/

મોરબી : કહેવાય છે કે ડોકટર ભગવાનનું બીજુ રૂપ છે. જીવનડોર ભગવાનના હાથમાં હોય છે એ વાત સાચી પણ ઘણી વખત મરણ પથારીએ રહેલા માનવ જીવને અથાક જહેમત બાદ ડોકટરો બચાવી લેતા હોય એવા બનાવો નજર સામે બનતા હોય છે ત્યારે એ ડોકટર ભગવાનથી ઓછા હોય એવી નથી લાગતું.

મોરબીમાં આવેલી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા એક કિલોના નવજાત શિશુને નવજીવન મળ્યું છે. જેમાં એક સગર્ભા મહિલાને લોહીની ઉણપ હતી, સાથો-સાથ બીજા ગાયનેક પ્રોબ્લેમ્સ પણ હતા. આવા સમયે સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેણીએ સાતમા મહિને બાળકને જન્મ આપ્યો હતો. જન્મ સમયે બાળકનું વજન માત્ર એક કિલોગ્રામ હતું. આથી બાળકને ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના બાળરોગ વિભાગના ડૉ. શરદ રૈયાણી દ્વારા બાળકની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં “બાળ સખા” યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરાઇ ત્યારે બાળકનું હૃદય અને ફેફસા પૂર્ણરૂપથી વિકસિત થયા ન હોવાથી બાળક ભૂરું પડી ગયું હતું. શ્વાસ લેવામાં બાળકને તકલીફ પડી રહી હતી. આ સમયે ડૉ. રૈયાણી દ્વારા કૃત્રિમ શ્વાસ લેવાના મશીન પર બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી જે ચાર દિવસ સુધી ચાલી હતી. આ દરમ્યાન બાળકને કૃત્રિમ પોષણ આપવામાં આવ્યું હતું. 16 દિવસની ધનિષ્ટ સારવાર અને ડૉ. રૈયાણીની ટીમના સતત મોનીટરીંગ હેઠળ બાળકનું વજન એક કિલોથી વધીને 1 કિલો 300 ગ્રામ થયું હતું. આ માટે ક્રમશઃ બાળકને માતાનું દૂધ આપવાનું શરૂ કરાયું હતું. ડૉ. રૈયાણી બાળકના વિકાસનો સમગ્ર શ્રેય માતાના ધાવણને આપે છે.

હાલ ઘણી માતાઓ બાળકને બહારનું કે ડબ્બાના પાવડરનું દૂધ આપે છે જે નવજાત માટે આગળ જતાં નુકશાનકારક સાબિત થતું હોય છે. માટે નવજાત બાળકને હંમેશા માતાનું ધાવણ જ આપવું જોઈએ કે જેથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે. બાળક પૂર્ણ ખોરાક પર ચડે ત્યાં સુધી તમામ પૌષ્ટિક તત્વો, મિનરલ, વિટામિન, એન્ટીબોડી તત્વો બાળકને મળતા રહે એ માટે માતાનું દૂધ જ સર્વશ્રેષ્ઠ છે. આથી જ શાસ્ત્રોમાં માતૃ દુગ્ધને અમૃત કહેવાયું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/