મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી હોવાની સમસ્યા

0
40
/

મોરબી : મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા વકીલ સંજયભાઈ રાજપરા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી મોરબીના ગાયત્રીનગર અને વિજયનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી હોવાની સમસ્યાનો ઉકેલ લાવવા કાલીકા પ્લોટ ફિડરના નાયબ કાર્યપાલક ઇજનેરને માંગ કરવામાં આવી છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી
રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના રવાપર રોડના ઉમિયા ચોકથી આગળ આવેલા ગાયત્રીનગર અને વિજયનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી રહેતી હોય છે. ત્યારે લોકો હેરાન-પરેશાન થતા હોય છે. તેથી, વારંવાર લાઈટ જવાનો પ્રોબ્લેમ યોગ્ય રીતે ઉકેલવા માટે જરૂરી કાર્યવાહિ કરવી જરૂરી છે. અને જે ફોલ્ટ હોય તે બાબતે ગંભીરતા લઈ સત્વરે રીપેર કરાવી જે કંઈ નવું નાખવું પડે તેમ હોય તો તે નખાવી નવા સબ સ્ટેશનો ઉભા કરવાં પડે તેમ હોય તો તે કરી આ વિસ્તારમાં લાઈટ વારંવાર જવાના પ્રોબ્લેમને કાયમ માટે દુર કરવાની સત્વરે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તા. 29/06/2020 ને સોમવાર રાત્રે 2 વાગ્યે (અડધી રાત્રે) ઈલેક્ટ્રીસીટી જતી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડેલ હતો.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/