મોરબીની બાળકી રાગીના મુખે મહિષાસુરમર્દિની સ્ત્રોત સાંભળીને વડાપ્રધાન મંત્રમુગ્ધ થયા!

0
58
/

જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન અને તેમના પતિ જીગ્નેશભાઈ કૈલાએ પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

વડાપ્રધાને મોરબીની યાદોને વાગોળી, વિકાસ કામોની ચર્ચા કરી તથા ભૌગોલિક-રાજકીય સ્થિતિનો પણ તાગ મેળવ્યો

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા, તેમના પતિ જીગ્નેશભાઈ કૈલા અને તેમની દીકરી રાગીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મોરબીની નાની બાળકી રાગી જીજ્ઞેશભાઈ કૈલાના મુખે મહિષાસુરમર્દિની સ્ત્રોત સાંભળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અભિભૂત થયા હતા.

જુઓ વિડિઓ :-

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને તેમના પતિ યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ગઈકાલે દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જીગ્નેશ કૈલા સાથે મોરબીની જૂની યાદોને વાગોળી અને મોરબી સાથેની અતૂટ લાગણીને યાદ કરી હતી. મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ કરી હતી. મોરબીના મચ્છુ ડેમમાં રહેલા મોરબીવાસીઓના પીવાના અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી.

આ ઉપરાંત, કોરોનાકાળ બાદ મોરબીવાસીઓની સ્થિતિ અને કોરોનાની બીજી લ્હેરમાં મોરબીવાસીઓએ કરેલી વિપરીત પરિસ્થિતિનો તાગ મેળવી મોરબીનું મનોબળ મજબૂત હોવાનું જણાવી મોરબીને ‘મજબૂત મોરબી’થી પણ સંબોધન કર્યું હતું. તેમજ મોરબીમાં પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી તેની માહિતી મેળવી હતી. અને મોરબી ભાજપના કાર્યકરો અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી અને મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતિનો પણ તાગ મેળવ્યો હતો.

આ વેળાએ મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા, તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરી સાથે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખાસ મુલાકાત કરી હતી. જેમાં મોરબીના આગામી સમયમાં જરૂરી વિકાસના કામો માટે પણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખે રજુઆત કરી હતી.

આ મુલાકાતની ખાસ વિશેષતાએ છે કે મોરબીના રાજકીય અગ્રણી જાનકીબેન અને જીગ્નેશભાઈ કૈલાની દીકરી અને નાની એવી બાળકી રાગી જીજ્ઞેશભાઈ કૈલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મહિષાસુરમર્દિની સ્ત્રોત સંભળાવ્યો હતો. જે સાંભળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અભિભૂત થયા હતા. અને બાળકીને બિરદાવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/