સવારથી સાંજ સુધીમાં ટંકારામાં 30 મિમી, વાંકાનેરમાં 7 મિમી અને મોરબીમાં 4 મિમી વરસાદ

0
25
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી જિલ્લામાં આજે ફરી મેઘકૃપા વરસી છે. સવારથી છુટક-છુટક વરસાદ પડી રહ્યો છે થોડીવાર વિરામ અને થોડીવાર પછી વરસાદ એમ સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જિલ્લામાં એક માત્ર ટંકારામાં નોંધનીય સવા ઈંચ વરસાદ પડી ગયો છે.

સૌરાષ્ટ્રમાં બે દિવસથી શ્રીકાર વર્ષા વચ્ચે મોરબી જિલ્લામાં મન મુકીને વરસવામાં મેઘરાજા કંજુસાઈ કરી રહ્યા છે. આજે સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં મેઘરાજા ત્રુટક-ત્રુટક વરસી રહ્યા છે. સવારથી જ હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા છે. ત્યારે સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં ટંકારામાં 30 મિમી એટલે સવા ઈંચ વરસાદ પડી ગયો છે. જ્યારે વાંકાનેરમાં 7 મિમી અને મોરબીમાં 4 મિમી વરસાદ પડ્યો છે. આ સિવાયના હળવદ અને માળીયા તાલુકો કોરા રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/