નર્મદાની ધાંગધ્રા કેનાલમાં એક ટીપું પાણી નથીઃ હળવદ તાલુકા ખેડુતોની કલેકટર સમક્ષ ઘા

36
198
/

હળવદ તાલુકામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ હજુ સુધી મેઘરાજા મહેરબાન થયા નથી અને સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઇ માટેનું પૂરતા પ્રમાણમાં પાણી મળશે જેથી કરીને હળવદ તાલુકાના ૧૫ જેટલા ગામના ખેડૂતો દ્વારા કેનાલ ના આધારે પાણી મળશે તેવી આશા સાથે પોતાના ખેતરો ની અંદર કપાસ મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યો હતો જોકે ધાંગધ્રા કેનાલમાં એક ટીપું પાણી નથી આવતું હોવાથી હજારો હેક્ટરની અંદર કપાસ અને મગફળીનું વાવેતર કરનારા ખેડૂતોની હાલત દયનીય થઇ ગઈ છે જેથી કરીને ૧૫ જેટલા ગામના ખેડૂતો આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને નર્મદાની ધ્રાંગધ્રા કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તેના માટે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગ કરી હતી

હળવદ તાલુકાના રાયસંગપર,મયુરગઢ, મિયાણી, ચાડધ્રા, અમરાપર, મયાપુર, રણજીતગઢ સહિતના ગામના ખેડુતો આજે જીલ્લા કલેકટર કચેરીએ આવ્યા હતા અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને એવી રજૂઆત કરવામાં આવેલ છે કે દરેક ખેડૂતને સિંચાઇ માટે પાણી મળી રહે તેના માટે થઈને રાજ્ય સરકાર દ્વારા હાલમાં નર્મદાની કેનાલમાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે તેવી જ રીતે ઉપરોક્ત ગામની બાજુમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પણ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે પરંતુ આ કેનાલ ના ઉપરના ગ્રામ્ય વિસ્તારોમાં એનકેન પ્રકારે વધુ પ્રમાણમાં પાણી ઉપાડી લેવામાં આવતું હોવાના કારણે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સિંચાઇ માટેનું પાણી મળતું નથી અને 4 તારીખથી નર્મદાની ધાંગધ્રા કેનાલની અંદર સરકાર દ્વારા નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે પરંતુ આજ દિવસ સુધી ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાની ધાંગધ્રા કેનાલમાંથી પાણી મળેલ નથી જેથી હળવદ તાલુકાના ખેડુતોને સિંચાઇનું પાણી આપવાની માંગ કરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં કપાસ મગફળી જુવાર બાજરી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અને જો આગામી ગણતરીના દિવસોમાં આ પાકને પાણી નહીં મળે તો પાણીના અભાવના કારણે આ ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે માટે જિલ્લા કલેકટર દ્વારા હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને કેનાલમાંથી ગેરકાયદે પાણી આપવામાં આવતું હોય તો તેને રોકવા માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તે જરૂરી છે તેવી રજૂઆત રાણા નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહની આગેવાનીમાં હળવદ તાલુકાના ૧૫ જેટલા ગામના ખેડૂતો દ્વારા રજુઆત કરવામાં આવેલ છે અને જો ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે તો ખેડૂતોને અપઘાત કરવા પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

36 COMMENTS

  1. … [Trackback]

    […] There you will find 2395 additional Information to that Topic: thepressofindia.com/narmadaani-dhangadhra-canallam/ […]

Comments are closed.