મોરબી નજીકના રફાળેશ્વર પાસેથી યુવાનની લાશ મળી

0
226
/

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી ગઈકાલે અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે હોસ્પિટલે ખસેડીને મૃતકની ઓળખ મેળવવાની તપસ શરૂ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી મૃતક યુવાન ઉમર વર્ષ આસરે ૨૫ ની ઓળખ થયેલ નથી.

બનાવની મળતી મહિતી મુજબ રફાળેશ્વર ગામ પાસે આવેલ તળાવની સામેના ભાગમાં રેલવે ટ્રેક પાસેથી ગઈકાલે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યાર બાદ મૃતકની બોડીને પીએમ માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવી હતી જો કે, ફોરેન્સીક તપાસ માચે મૃતદેહ રાજકોટ લઇ જવાયો છે.
મૃતકની ઓળખ મેળવવા માટેની તેમજ તેનું મોત કેવી રીતે થયું તેની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે.કોઇપણ યુવાન ગુમ હોય તો તેના સગા કે પરિવારજનોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંબર (02822-242592) કે પછી તપાસ અધીકારી નગીનદાસ નિમાવતના મોબાઈલ નંબર 94269 15901 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/