ટંકારા : ભાયુ ભાગની જમીનની ભાગબટાઈ મામલે દંપતી ઉપર હુમલો

0
146
/

ચાર શખ્સો સામે હુમલો કરી ધમકી આપ્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે

ટંકારા : તાજેતરમા ટંકારાના છતર ગામે ભાયું ભાગની જમીનની ભાગબટાઈ મામલે દંપતી ઉપર ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ચાર શખ્સો સામે હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ મારમારીના બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના છતર ગામે રહેતા ભલજીભાઈ વાલાભાઈ પરમાર (ઉ.વ.60) એ તેમના જ ગામમાં રહેતા નટુભાઈ વાલાભાઈ પરમાર, ભુપતભાઈ મનજીભાઈ પરમાર, વજુભાઈ મનજીભાઈ પરમાર, હેમંતભાઈ મનજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.22 ના રોજ છતર ગામે ફરિયાદી તથા આરોપીઓની ભાયું ભાગની જમીન આવેલી છે. આ જમીન આરોપીઓને જોઈતી હોય પણ ભાગમાં આવતા પૈસા આપવા ન હોય જેનો ખાર રાખી આરોપીઓએ ઝઘડો કરી પાઇપ, લાકડી જેવા હથિયારો લઈ આવી ફરિયાદીને તમાચા અને ઢીકાપાટુંનો માર મારી તેમજ ફરિયાદીના પત્ની પર લોખંડના પાઈપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/