વાંકાનેરના પંચાસર ગામની નદીમાં ભત્રીજાને ડૂબતો બચાવવા જતા કાકાનું પણ મૃત્યુ

0
118
/

બે દિવસ અગાઉ બાળકની લાશ મળ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી

વાંકાનેર : હાલ વાંકાનેરના પંચાસર ગામની નદીમાં કાકા-ભત્રીજાનું વારાફરતી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જો કે બે દિવસ અગાઉ બાળકની લાશ મળ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી હતી. આ બનાવમાં નદીમાં ભત્રીજાને ડૂબતો બચાવવા જતા કાકાનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસે તારણ દર્શાવ્યું છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસર ગામેં રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ ધામેચા (ઉ.વ.૨૫) નું ગઈકાલે તા.૩૦ વાંકાનેરના પંચાસર ગામની નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું અને તેમની ડેડબોડીને પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે પોલીસના જણાવ્યા મુજબ મૃતક જીતેન્દ્રભાઈ અને તેમનો ભત્રીજો ધુળેટીના દિવસે વાંકાનેરના પંચાસર ગામે નીકળતી નદીના પટ્ટમાં ભરેલા પાણીના ખાડામાં ન્હાવા જતી વખતે અકસ્માતમાં ડૂબી ગયા હોવાનું અનુમાન છે. જેના ભત્રીજો નદીમાં ડૂબતો હોય તેને બચાવવા જતા કાકાનું પણ મોત થયું હોવાનું પોલીસે પ્રાથમિક તારણ દર્શાવ્યું છે. આથી બે દિવસ પહેલા બાળકની લાશ મળી આવ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી આવી હતી. આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસે હાલ અકસ્માતે મોતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/