પરસોત્તમ સાબરીયા ને ટક્કર આપવા કોગ્રેસ કિશોર ચીખલીયા ને ઉતારી શકે છે મેદાને..?

0
250
/

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાનું નામ હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં મોખરે હોવાની ચર્ચા

હળવદ : હળવદ-ધાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર નું નામ જાહેર કરી દીધું છે ત્યારે હવે એક જ ચર્ચા સાંભળવા મળી રહી છે કે કોંગ્રેસમાંથી કોણ..? ત્યારે હાલ કોંગ્રેસ પક્ષ પાટીદાર ફેક્ટરને ધ્યાને લઇ પાટીદાર સમાજ ના કોઈ ચહેરાને મેદાને ઉતારે તેવું જાણવા મળ્યું છે જેમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાનું નામ મોખરે ચાલી રહ્યુ હોવાની ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે

હળવદ- ધાંગધ્રા ની સીટ પર પરસોતમભાઈ સાબરીયાએ એકાએક રાજીનામુ ધરી થઇ ભાજપમાં જોડાઈ ગયા હતા જેથી લોકસભાની ચૂંટણી સાથે સાથે યોજાનાર હળવદ ધાંગધ્રા ની પેટાચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પરસોત્તમભાઈ સાબરીયા નું નામ જાહેર કર્યું છે ત્યારે હવે હળવદ ધાંગધ્રા માં એક જ ચર્ચા થઇ રહી છે કે કોંગ્રેસમાંથી કોણ..? ત્યારે તમામ ચર્ચાઓની વચ્ચે વર્ષોથી કોંગ્રેસ સાથે અને તેની વિચારધારાને વળેલા માળીયા તાલુકાના સરવળ ગામના અને હાલ કોગ્રેસ શાસીત મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા નું નામ હાલ કોગ્રેસ દ્વારા તૈયાર કરાયેલ પેનલમાં સૌથી આગળ ચાલતું હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/