પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઇ લોરિયા એ પુત્રીના જન્મદિવસે વૃદ્ધાશ્રમમાં 51 હજારનું અનુદાન આપ્યું

0
137
/

પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી

મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને સમાજ માટે નવો રાહ ચીંધ્યો છે.

મોરબી પાટીદાર નવરાત્રિ મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયાની પુત્રી ‘હિયા’ની ગત કાલે પ્રથમ વર્ષગાંઠ હતી. ત્યારે અજય લોરીયા દ્વારા પુત્રીના જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કર્યા બાદ મોરબીના વૃદ્ધાશ્રમમાં આ નિમિત્તે 51 હજારની રાશિ અનુદાનમાં આપી અન્ય લોકો માટે એક પ્રેરણાદાયી પગલું ભર્યું હતું. મિત્રવર્તુળ તેમજ સગા સ્નેહીઓએ અજયભાઈની આ પહેલને બિરદાવી એમની પુત્રી ‘હિયા’ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા પુલવામાં ખાતે શહીદ થયેલા વીર જવાનોના પરિવાર માટે તેઓએ મિત્ર વર્તુળ તેમજ અન્ય દાતાઓ પાસેથી એકથી કરેલી ધનરાશી જે તે શહીદના માદરેવતન જઈને રૂબરૂ અર્પણ કરવાનું ભગીરથ કાર્ય તેમની ટીમ સાથે આદર્યું હતું. જે પહેલને પણ લોકોએ ખૂબ જ આવકારી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/