ટંકારામાં મગફળીનું ખરીદ કેન્દ્ર શરૂ કરવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

0
35
/
કારામાં યાર્ડ ન હોવાથી જણસ વહેંચવા મોરબી કે રાજકોટ જવુ પડે છે

ટંકારા : ટંકારા આમ તો તાલુકો છે પણ કાયમ બીજાની મોહતાજીમાં રહે છે. જેમા પ્રાથમિક સુવિધા માટે પણ બીજા તાલુકા પર આધાર રાખવો પડે છે. ત્યારે ચાલુ વર્ષે તા. ૨૧/૧૦/૨૦૨૦થી મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે પરંતુ ટંકારામા માર્કેટ યાર્ડ છે જ નહિ. જેથી, ટંકારાના ખેડૂતોને પાકના વેચાણ અર્થે મોરબી જવુ પડે છે. જેમા સમય અને પૈસાનો વ્યય થતો હોય છે. ટંકારામા મગફળીનું ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે તો ટંકારા તાલુકાના ખેડૂતોને મોરબી સુધી ધક્કા ન ખાવા પડે. હાલ આ મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇ ટંકારા ખાતે તાત્કાલિક મગફળી ખરીદ સેન્ટરની ફાળવણી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના ગૌતમ વામજા દ્વારા માંગ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મગફળીની ખરીદી કરતી સંસ્થાનું વતન અને કર્મભૂમિ ટંકારા છે. અને સહકારી ક્ષેત્રના કહેવાતા ભિષ્મપિતાના તાલુકાના ખેડૂતોને એની જણસને અન્ય તાલુકાના યાર્ડમાં મજબૂર બની વેચવા જવુ પડે તે શરમજનક છે. સાથે ટંકારાના અગ્રણી પણ મોરબી યાર્ડ સાથે જોડાયેલા છે, તે હવે ખેડુતોના હિતમાં નિર્ણય કરે છે કે કેમ તે સમય જ બતાવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/