દેવળીયા ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્શો ઝડપાયા

0
149
/

૮૭ હજારની રોકડ કબ્જે કરાઈ : આરોપી પોતાના ફાર્મહાઉસમાં જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો

હળવદ : આજરોજ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નવા ધનાળા ગામના પાટીયા સામેના ફાર્મ હાઉસમાં બહારથી જુગારીઓને બોલાવી પોતાના ફાર્મ હાઉસમા જુગાર રમાડી નાલ ઉઘરાવાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડયો હતો. જેમાં સાત જુગારીઓને 3 મોબાઇલ સહિત ૮૮૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ ધાનાળા ગામના પાટીયા સામેના બજરંગ ફાર્મ હાઉસ નામની વાડીની ઓરડીમાં કિરીટભાઈ હરજીભાઈ પટેલ રહે હળવદ બહારથી જૂગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડતા સાત જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા ઝડપાયેલા તમામ જુગારીયોને હળવદ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મલેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/