મોરબી: રક્ષાબંધન નિમિત્તે ભૂદેવો ઓનલાઇન મંત્રોચ્ચાર સાથે જનોઈ વિધિ કરી શકશે

0
40
/

મોરબી : તાજેતરમા સંવંત 2076ના શ્રાવણ શુક્લ પુર્ણિમા સોમવાર તા.03/08/2020 ના રક્ષાબંધનના શુભદીને જનોઈ બદલાવવા માટે ઓનલાઇન સવારે 9 થી 11 સુધી ઘરે વિધિ વિધાન સાથે જનોઈ બદલાવી વિશ્વમાં ચાલતી કોરોના મહામારી સામે સંક્રમણથી રક્ષા સાથે શ્રાવણી પર્વ ઉજવી શકાશે.

ટેકનિકલ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા વેદોક્ત મંત્ર સાથે ગ્લોબલ.કોમના સહયોગથી અને અભયભાઇ ભારદ્વાજ સાંસદ અને બ્રહ્મસમાજ અગ્રણીની હાજરી સાથે મોરબીના જ્ઞાતિ શાસ્ત્રી વિપુલભાઈ શુક્લા દ્વારા જનોઈ પૂજન કરાશે. ત્યારે વિપુલભાઇએ વિનંતી કરી છે કૅ ભૂદેવો મોબાઈલ નંબર આપે, જેથી, ઓનલાઇન સાથે રહી વિશ્વમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે પુજા કરી શકાય. જેના માટે સૌરાષ્ટ્ર-કચ્છના સર્વે ભૂદેવોને નિમંત્રણ આપ્યું છે. જેમાં જોડાવા ઈચ્છાતા લોકોએ પોતાના નામ રવિવાર રાત્રે 10 સુધીમાં મોબાઈલ વોટ્સ એપ નં. 98252 31730 ઉપર નોંધાવી શકશે. જેથી આપને લિન્ક મોકલી શકાય. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે. (શાસ્ત્રી વિપુલભાઈ શુક્લા Mo.no 98252 31730, દર્શિતભાઈ જાની રાજકોટ મો.98790 09392, બિમલભાઇ શુક્લ રાજકોટ મો.98250 71812 Global communication.com rajkot)

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/