મોરબી : લાલપર પાસેથી કેનાલમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ થઈ

0
106
/

મહેન્દ્રનગરમાં રહેતો માનસિક બીમાર યુવાન કેનાલમાં પાણી પીવા જતા સમયે અકસ્માતે ડૂબી જતાં મોત થયાનું તપાસમાં જાણવા મળ્યું :

મોરબી : આજે મોરબી-વાંકાનેર હાઇવે સ્થિત લાલપર ગામ નજીક નર્મદાની કેનાલમાંથી મળી મૃતક યુવાનની ઓળખ મળી છે. મૃતક કોઈ પરપ્રાંતીય શ્રમિક નહિ પણ સ્થાનિક હોવાની જાણકારીને આધારે પોલીસે મૃતક યુવાનના વાલી વારસની ભાળ મેળવી લીધી છે.

તાલુકા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર લાલપર ગામ નજીક આવેલા સોલો સીરામીકની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આશરે 40થી 45 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ થાય એવી કોઈ નિશાની કે ચીજવસ્તુ લાશ પરથી ન મળી આવતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન મૃતક યુવાન 35 વર્ષીય રણછોડભાઇ ચંદુભાઈ સનુરા રહે. મહેન્દ્રનગર મોરબી હોવાનું ખુલ્યું હતું. માનસિક બીમારી ધરાવતો મૃતક 31 ઓક્ટોબરે ઘેરથી નીકળી ગયો હતો અને કેનાલમાં પાણી પીવા જતા સમયે અકસ્માતે ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/