મોરબીમાં સબ જેલ ખાતે ટી.બી. નિદાન કેમ્પ યોજાઈ ગયો

0
31
/

સબ જેલને સૅનેટાઇઝ પણ કરાઈ

મોરબી : હાલ મોરબીમાં તા. ૦૪/૦૩/૨૦૨૧ના રોજ સબ જેલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-જીલ્લા ક્ષય કેન્દ્ર મોરબી દ્વારા ટી.બી. નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં DPC જોષી પીયુષભાઇ, TBHV ગોસાઇ નિખિલભાઇ અને TBHV પાટડીયા કલ્પેશભાઇ તેમજ સામાજીક કાર્યકર્તા હસીનાબેન લાડકા અને જનસેવા કેન્દ્રના સ્ટાફ હાજર રહ્યા હતા. તેમજ જેલના અધિક્ષક તથા તમામ સ્ટાફ સાથે રહી જેલના તમામ બંદિવાન ભાઇઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતું. તેમજ ટી.બી.ના લક્ષણો, ટી.બી. થવાના કારણો, ટી.બી. નિવારણ માટેની જાણકારી આપવામાં આવેલ હતી. તેમજ ટી.બી.ના લક્ષણો જોવા મળતા કેદીઓના સેમ્પલ લેવામાં આવેલ છે. વધુમાં, તા. ૦૪/૦૩/૨૦૨૧ના રોજ મોરબી સબ જેલ ખાતે મોરબી નગરપાલિકાના કર્મચારીઓ તેમજ જેલના અધિક્ષક તથા જેલના તમામ કર્મચારીઓ દ્રારા હાલમાં વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસના નિવારણ માટે જેલની અંદરની તથા બહાર સેનેટાઇઝર કરવામાં પણ આવેલ હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/