ટંકારા: ફેસબુક ફ્રેન્ડ બનાવી સોનાના બિસ્કિટ આપવાના બહાને રૂ. 3.50 લાખની છેતરપીંડી

0
187
/
હરિયાણાના આધેડે ટંકારા પંથકના બે શખ્સો સામે છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી

ટંકારા : હાલ સોશ્યલ મીડિયામાં એક્ટીવ રહીને લેભાગુ તત્વોના વિશ્વાસમાં આવી જઈને નાણાકીય વહેવાર કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરિયાણાના આધેડને ટંકારા પંથકના બે શખ્સોએ ફેસબુક ફ્રેન્ડ બનાવી સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને રૂ. 3.50 લાખ પડાવી લીધા હતા. આ બનાવની ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુમેરસીંગ શયોચંદ લાંબા (ઉ.વ ૫૫, ધંધો ખેતી કામ રહે- ગોલીયાકા પોસ્ટ- પુનસીકા જી-રેવાડી હરીયાણા થાના- રામપુરા મલ) એ આરોપીઓ હસમુખભાઇ ઉર્ફે હિતેશભાઇ રાજાભાઇ મકવાણા (રહે- અમરાપર, ગામ તા- ટંકારા) અને તેનો મિત્ર રાહુલ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 2 જૂનના રોજ ટંકારાના લજાઇ ચોકડી પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીને આરોપીના મિત્ર સાથે ફેસબુક એપ્લીકેશનના માધ્યમમાં ફેન્ડશીપ થઈ હતી. આથી, આરોપીઓએ ફરીયાદીને શિશામાં ઉતરવાનું કાવતરું રચીને આરોપીઓએ ફરિયાદી સાથે ફોનમા વાત કરી વિશ્વાસમા લઇને ૧૦૦ ગ્રામનુ સોનાનુ બિસ્કીટ રૂ. સાડા ત્રણ લાખમા આપવાની લાલચ આપેલ હતી.

આરોપીઓએ આ લાલચ આપીને ફરીયાદીને લજાઇ ચોકડી પાસે બોલાવી આરોપીઓએ ફરીયાદીને પોતાની ગાડીમા બેસાડી આગળ જઇ આરોપીઓએ સોનાનુ બિસ્કીટ બતાવી રૂ. 3.50 લાખ લઇ સોનાનુ બિસ્કીટ ન આપી બંને આરોપીઓએ છેતરપીંડી કરી નાશી ગયા હતા. આથી, ફરિયાદીએ આ બનાવની પહેલા ટંકારામાં પોલીસ મથકે અરજી કરી હતી. પોલીસની તપાસમાં આરોપીઓની વિગતો બહાર આવતા અંતે આ બનાવની ફરિયાદ નોંધાઇ છે. તેથી, આ બનાવના આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતાઓ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/