ટંકારા પાસે મોપેડ સવાર અજાણ્યા વૃદ્ધ મીની પુલ નીચે પડી જતા કમકમાટીભર્યું મોત

0
70
/

ટંકારા : આજ રોજ મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક અનાસ રેસ્ટોરન્ટ નજીક એક વૃદ્ધ મોપેડ સાથે મીની પુલ નીચે પડી જતા ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ પર જ તેઓનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

સમગ્ર બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક અનાસ રેસ્ટોરન્ટ નજીક આવેલા મીની પુલ પરથી ટીવીએસ મોપેડ નંબર GJ 36 D 1955 લઈને પસાર થઈ રહેલા એક વૃદ્ધ અનાયાસે પુલ પરથી મોપેડ સમેત નીચે પટકાતા સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં હાલ ટંકારા પોલીસે સ્થળ પર પહોંચી પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને મોપેડના નંબરને આધારે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/