ટંકારા તાલુકામાં ધીંગીધારે વરસાદના કારણે સર્વત્ર તારાજી સર્જાઈ

0
65
/

રસ્તાઓનું ધોવાણ, ખેતરોમાં પાકને નુકસાન, વીજપોલ પડી ગયા, રોડ-રસ્તાઓ બ્લોક, દીવાલો ધરાશાહી

ટંકારા : ટંકારા તાલુકામાં બે દિવસથી ધીંગીધારે વરસાદને કારણે સર્વત્ર તારાજી સર્જાઈ છે. ટંકારા તાલુકાના અનેક રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. ખેતરોમાં પાકને નુકસાન થયું છે. વીજપોલ પડી ગયા છે. અને રોડ-રસ્તાઓ બ્લોક થઇ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

ટંકારા પાસે ટ્રાફિકથી ધમધમતા રાજકોટ-મોરબી રોડ પર આશરે ત્રણથી ચાર ફુટ ઊંડા અને 12 ફુટ પહોળા ખાડા પડી ગયા છે. ખાડા-ખબડાવાળા રસ્તાઓ પર પાણી ભરાય જવાના કારણે રોડ બ્લોક થઇ ગયા હતા. આથી, ગઈકાલે રાજકોટ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી.

ટંકારાની મામલતદાર કચેરીમાં પણ ગોઠણસમા પાણી ભરાય ગયા હતા. કારણ કે કચેરીમાં પ્રીમોનસૂન કામગીરી થઇ ન હતી. જ્યારે સામાન્ય રીતે, થોડા વરસાદમાં લાઈટ ગુલ થઈ જતી હોય છે. ત્યારે આ વખતે અનરાધાર વચ્ચે પણ PGVCL ની લાઈટ સતત ચાલુ રહી હતી. ટંકારાના જ્યોતિ ગામના ૩૬ ફિડર પણ બરાબર છે. જો કે ખેતીવાડી વિસ્તારમાં થાંભલા પડ્યા કે ટીસી નમ્યા છે. જે સર્વે કરી કાર્યવાહી હાથ ધરશે, તેવું ડે. ઈજનેર સોજિત્રાએ જણાવ્યું હતું.

ટંકારા તાલુકા પંચાયત અને પશુ આરોગ્ય કેન્દ્રમા પાણી ઘૂસ્યા હોય, સરકારી સરસામાનને ભારે નુકસાન સાથે કાગળો વેરવિખેર થઈ ગયા હતા. રીતસરનુ તાલુકા પંચાયત ભવન બેટમા ફેરવાઈ ગયુ હતું. કારણ કે પાણીના નિકાલ માટે કોઈ પ્રિમોનસુન કામગીરી કરી ન હતી. એક જાગૃત નાગરિકે તો રાજ્યપાલને પણ આ અંગે રજૂઆત કરી હતી. છતા કામગીરી ન થતાં તંત્રને એની કચેરીમા નુકસાન વેઠવું પડ્યુ હતું.

વધુમાં, ટંકારા તાલુકાના ખેતરોમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. કઠોળ, શાકભાજી અને તલીનો સોથ વળી જતા જગતતાત ચિંતામા મુકાઈ ગયો છે. જમીનના પાળા, શેઠાનું પણ ધોવાણ થયુ છે. તેમજ ગઈકાલે ગુજકેટની પરીક્ષા હોય, વિદ્યાર્થીઓ કેન્દ્ર સુધી પહોંચી ન શકતા, આગેવાનો અને કાર્યકરોને સરકારમા રજુઆત કરવા આજીજી કરતા જોવા મળ્યા હતા.

ટંકારાના મોટા ભાગના ગામડાના સિંગલ પટી ડામર રોડ પાણીમા વહી ગયા છે. ટંકારાના નાના રામપર, ખિજડીયા રોડ પર આવેલ પાણી એ રીતસરની ડમર પટીની ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. અમરાપર ટોળ રોડ, ટંકારા શ્મશાન સામે પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદને પગલે ટંકારાના મેધપર, ઝાલા, ભુતકોટડા, અમરાપર, જીવાપર સહિતના ગામડા સંપર્ક વિહોણા બન્યા હતા. અને મેધપર ઝાલામા ૨૪ કલાક લોકો ફસાઈને રહ્યા હતા. ત્યારે પંચાયત હસ્તકના પુલિયા ઉચા ઉપાડવા માંગ કરી છે.

ટંકારામાં આઝાદી પુર્વેની પાનની દુકાનની દિવાલ, જે ગારામાટીની હોય, તે ધડાકાભેર પડી હતી. તો નગરનાકા રોડ ઉપર પણ વાંચનાલયની દિવાલ ટુટી પડી હતી. જ્યારે માતમ ચોકની બાજુમા જુનુ મકાન ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે એક પણ ધટનામા જાન હાનિ થઈ ન હતી. ટંકારા તાલુકાના મોટા ભાગના તલાવડા ને ચેકડેમ ટુટી ગયા છે. આકાશી આફત સમાન પાણી ડુબકી મારી જતા સિંચાઈમા આ વર્ષે ભારે થશે.જેની ચિંતા કરતા ખેડૂતોએ સરકાર તાકીદે પગલા લેવા માંગ કરી હતી. તેમજ અમરાપરના બે, ગજડી ટંકારાની ચારે દિશામાં તલાવડા ટુટી ગયાના વાવડ મળ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/