ટંકારા : ટંકારાના બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી દેખાયુ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વીડિયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. અને વન વિભાગે બંગાવડી ગામે દોડી જઈને સઘન તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના બંગાવડી ગામે પાદરમાં કોઈ જંગલી જનાવર દેખાતા આ જંગલી જનાવર દીપડો હોવાની શક્યતા દર્શાવીને ગામના માજી સરપંચે ગામ લોકોને વાત કરી હતી. ત્યારબાદ આ બનાવની ટંકારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ટંકારાના ફોરેસ્ટ ઓફિસર કુંડારિયા સહિતનો વન વિભાગની સ્ટાફ બંગાવડી ગામે દોડી ગયો હતો અને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
આ બાબતે આર.એફ.ઓ. કુંડારિયાએ જણાવ્યું હતું કે, બંગાવડી ગામે કોઈ હિંસક પ્રાણી દેખાયું હોય એવી વાત અમને મળી છે. આથી, આ બાબતે ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. ખરેખર જંગલમાં દીપડા જેવું કોઈ હિસંક પ્રાણી છે કે કેમ તે બાબત પણ વન વિભાગની તપાસમાં જ બહાર આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide