ટંકારા: સ્મશાન સામે અમરાપર ટોળ રોડ પર ફૂટ-ફૂટના ગાબડાંથી સ્થાનિકોમાં ભારે આક્રોષ

0
58
/

શું ગત વર્ષે વરસાદમાં પડી ગયેલા ખાડાનું બુરાણ કરવાનો તંત્રને સમય જ ન મળ્યો!

ટંકારા : મોરબી જીલ્લા પંચાયત હસ્તકના અમરાપર ટોળ રોડ પર ટંકારા શહેરના સ્મશાન સામે એક વર્ષથી એક ફુટના મસ મોટા ગાબડા પડ્યા છે. જો કે નવાઇની વાત એ છે કે આખા વર્ષમા તંત્રને રોડ પરના ખાડા બુરવાની ફુરસદ જ મળી ન હતી. આ ખાડા વાહનચાલકો માટે જોખમી છે. તેમ છતાં એક વર્ષથી રોડ પરના ખાડા ન બુરાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગત વર્ષે અષાઢી માહોલ વચ્ચે અનરાધાર વરસાદથી ટંકારાના છેવાડે સ્મશાન સામે અમરાપર રોડ પર એક-એક ફૂટના મસમોટા ગામડા પડ્યા છે. જેથી, રાહદારીઓ અને મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે અને વાહનોમા મોટુ નુકશાન થવાની ફરીયાદ ઉઠી રહી છે. તેમજ વાહનચાલકો ઉપર જાનનું જોખમ રહે છે. અહીંથી પસાર થવું એટલે સામે ચાલીને અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. રોડની આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. તેથી, સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

હાલ પ્રવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આ રોડ ઉપરથી શિવભકતો જડેશ્વર જતા હોય છે અને અજાણ્યા રસ્તે ખાડો અકસ્માત નોતરે તો જવાબદાર કોણ? સાથે જવાબદાર સ્થાનિક પદાધિકારીઓ ઉપર પણ રોષ ફેલાયો છે કે એક વર્ષથી પડેલા ગાબડાં બુરાવી ન શક્યા? તેવા વેદક સવાલો ઉઠ્યા છે. જિલ્લા પંચાયતમાં આખી બોડી કોગેસની હોય અને દિવસમા દસ વખત અહીથી ખરાબ રસ્તા નિહાળી નીકળી જતા નેતાની સામે પણ સવાલ ઉભા થયા છે. ત્યારે સંબધિત તંત્ર તાકીદે આળસ ખંખેરીને આ રોડમાં ખાડાનું યોગ્ય બુરાણ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/