મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં જ મહિલાનું મોત

0
282
/

મૃતક મહિલાની લીલાપર રોડ પરના સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ

મોરબી : મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તેઓને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશ વિભાગમાં દાખલ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓના દાખલ કર્યાના થોડા સમયમાં જ તેમનું મોત થયું હતું.

મોરબીમાં રહેતા અરુણાબેન જગદીશભાઈ કોટક નામના મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં જ દાખલ થયાના થોડા સમયમાં આ મહિલાનું મોત નીપજ્યું હતું. આથી, નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ વિધુત સ્મશાન ગૃહમાં કોરોના દર્દી માટે અનામત રાખેલી ભઠ્ઠીમાં આ મહિલાની અંતિમવિધિ કરવામાં આવેલ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/