ટંકારા: નેકનામ ગામ નજીક બાઈક પર બેસવા જતી વખતે પડી જતા વૃદ્ધનું મોત

0
62
/

ટંકારા : હાલ ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક બાઈક પર બેસવા જતી વખતે પડી જતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરવામાં આવી છે.

વીતેલ તા. 6ના રોજ સાંજના સવા ચારેક વાગ્યાના અરસામા નેકનામ ખાતે જીનપ્લોટમાં રહેતા ડુંગરભાઇ ભીમજીભાઇ ગઢીયા (ઉ.વ. 60) તેના દુકાનના ભાડુઆત મીતેશભાઇ બાલમુકુંદભાઇ પારેખ (રહે. રાજકોટ)ના બાઈક રજી. નંબર જી.જે.૦૩.ઇ.જે.૩૯૮૭ પર ચાના કપ લઇ બેસવા જતા હતા. તે વખતે બાઈક પરથી પડી જતા ડુંગરભાઈના માથામા તથા કાનમા ઇજા પહોંચી હતી. અને તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ નેકનામથી પડધરી રસ્તે વે બ્રીજ સામે મૃતક ડુંગરભાઇની વાડી સામે બન્યો હતો. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/