ટંકારા : સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિરનો વાંચો 250 વર્ષ જૂનો રોચક ઇતિહાસ

0
51
/
  • જોધપર-ઝાલા ગામે જવાના માર્ગમાં આવેલ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિર પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે સ્થિત છે
  • અરણીના વૃક્ષ નીચે બિરાજમાન અરણેશ્ર્વર મહાદેવના શિવલીંગ આશરે 250 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા

ટંકારા : ટંકારાના સાવડી અને જોધપર ઝાલા ગામે જવાના માર્ગ વચ્ચે વનવગડામા આવેલુ સ્વયંભુ અરણેશ્ર્વર મહાદેવ ભાવિકોમાં આસ્થાનુ પ્રતિક સાધુ સંતો અને શિવ સ્મરણમા માનતા ભક્તો બારેમાસ ભોળાના શરણે પધારી એકાકારનો આંનદ અનુભવે છે.

ટંકારા તાલુકાના સાવડી અને જોધપર ઝાલા ગામ વચ્ચે સીમના વનવગડામાં આજથી લગભગ 249 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1827ના વર્ષમાં સાવડી ગામના ખેડૂત અને રજવાડામાં સારો મરતબો ધરાવતા મોરબી સ્ટેટના પંથકના મુખીબાપા તરીકે ઓળખાતા કરમશીભાઈ ગણેશભાઈ કાવડિયાનું ખેતર આવેલું હતું. કરમશીભાઈ પોતે ખેતરના શેઠા ઉપર વેરાન જગ્યા સાફ કરતા હતા. ત્યારે અરણીના ઝાડ નીચેથી સફેદ કલરનો પથ્થર નિકળ્યો. જે શિવલિંગ આકારે હતો.જેના અંગે જાણકારને વાત કરી રૂબરૂ જોઈને નાનકડું ડેર બનાવ્યું. આ શિવલિંગ અરણી વુક્ષ નીચેથી પ્રાપ્ત થયું હોવાથી અરણેશ્ર્વર મહાદેવ નામ રાખવામાં આવેલ હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/