ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે પુષ્પાબેન કામરિયાનું નામ આગળ

0
115
/

કારોબારી ચેરમને તરીકે અરવિંદ દુબરીયા અને ઉપપ્રમુખ પદે ઓબીસી સમાજને મળે તેવી શક્યતાઓ 

ટંકારા : ટંકારા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જનાદેશ મળ્યા બાદ હવે પ્રમુખ,ઉપ પ્રમુખ,કારોબારી ચેરમેન અને ન્યાયસમિતિના ચેરમેન સહિતના હોદાની ફાળવણી માટે ગતિવિધિ તેજ બની છે. અને આ તમામ હોદ્દાઓમાં જ્ઞાતિના સમીકરણ સચવાય જાય તેવી ગોઠવણ થઇ રહી છે.

ટંકારા તાલુકા પંચાયતમાં પ્રથમ ટર્મ માટે પ્રમુખનો તાજ કડવા પાટીદાર સમાજના અગ્રણી અને બે દશકાથી પાયાના પથ્થર અને સંગઠનની જવાબદારી સંભાળતા સાવડી બેઠકના બિન હરીફ સભ્ય પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના શિરે મુકાય તેવા સંકેતો મળી રહ્યા છે. તો કારોબારી ચેરમેન તરીકે લેઉવા પાટીદાર સમાજના મિતાણા બેઠકના અરવિંદ દુબરીયાની પસંદગીના અણસાર વચ્ચે ઉપપ્રમુખ પદે OBC માથી ઉમેદવારની પસંદગી થઈ શકે છે. જોકે કપરી કવાયત તો ન્યાય સમિતિના ચેરમેનને લઇ ભારે ચર્ચા ચાલી રહી છે અને નવાજૂની પણ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/