ટંકારામાં પ્લાસ્ટિકને તિલાંજલિ આપવા મધ્યપ્રદેશથી સાયકલ યાત્રા કરનારનુ આર્યવીર દળ દ્વારા સ્વાગત કરાયું

0
36
/

પ્લાસ્ટિક મુક્ત ભારત બને તેવા સ્વપ્ન સેવી નવયુવાને પ્લાસ્ટિકની ભંયકર અસરોથી વાકેફ કરી તિલાંજલિ આપવા શપથ પણ લેવડાવ્યા

ટંકારા : હાલ છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિકના પદુષણ સામે જંગ લડી ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા લોકોને અવેરનેસ માટે સાત રાજ્ય અને 25 હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરનાર મધ્ય પ્રદેશના યુવા બ્રિજેશકુમાર શર્મા આજે ટંકારા આવી પહોંચ્યા હતા ત્યારે ઋષિ ભુમી ખાતે આર્ય સમાજની આર્યવીર દળ અને આર્ય વિદ્યાલયમ્ દ્વારા સન્માન અને સ્વાગત પણ કરાયું હતું.

રોજબરોજની ભાગદોડ ભરી જીંદગીમાં કાળા માથાનો માનવી પોતાની સરળતા માટે આવનાર પેઢી અને પર્યાવરણ ને ધાતક નુકસાન થઈ રહ્યું છે જેની સામે બંડ પોકારી અવેરનેસ થકી ભારત પરીક્રમા કરી યુવાનો છાત્રો કશબાના કિશાનો ફેક્ટરીના મજદુરોથી લઈ નોકરી કરતા અધિકારીઓ અને રાજકારણીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી પર્યાવરણને બચાવવા પોતાનુ યોગદાન આપે એ માટે આ નવયુવાન સાયકલ સવાર થઈ જનજાગૃતિ માટે નિકળી પડ્યો છે અને જયા સુધી નાના મા નાના કશબા સુધી આ વાત નહી પહોચે ત્યાં સુધી આ અભિયાન શરૂ રાખવાની વાત કરી હતી ટંકારા ખાતે શાળા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને પ્લાસ્ટિક ન વાપરવા શપથ પણ લેવડાવ્યા હતા. આ તકે આર્યસમાજ ના પંડિત સુહાસજી મેહુલભાઈ કોરીંગા સહિતની આર્યવીર દળ ની યુવાપાખ પણ હાજર રહી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/