ટંકારાની શાળામાં ચોરી કરનાર ચાર શખ્શો પોલીસના હાથે ઝડપાયા

0
62
/

ચોરીના બીજા બનાવને અંજામ આપવા લતીપર ચોકડી પાસે રેકી કરતા હતા અને એલસીબી-ટંકારા પોલીસે ઘરદબોચ્યા

ટંકારા : હાલ ટંકારા તાલુકાના મીતાણા-ગણેશપર વીરવાવ રોડ પર આવેલી અમૃત સ્કૂલમાં ચોરીના બનાવને અંજામ આપનાર ચાર આરોપીઓને ટંકારા-લતીપર ચોકડીએથી મોરબી એલ.સી.બી. અને ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગત 14/03/21ની રાત્રીએ આઠેક વાગ્યાની આસપાસ મીતાણા-ગણેશપર વીરવાવ રોડ પર આવેલી અમૃત સ્કૂલના તાળા તોડી 5500 રૂપિયાની રોકડ તથા માઈક્રોફોનની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટંકારા-લતીપર ચોકડી પાસે ચોરી કરવાના ઇરાદે અમુક શખ્સો રેકી પણ કરી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/