મોરબીમાં એવન્યુ પાર્કની મહિલાઓ દ્વારા ગરીબોને ફૂડ કીટનું વિતરણ

0
61
/

મોરબી : તાજેતરમા પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. અધિક માસ દરમિયાન દાન-પુણ્ય કરવાનું માહાત્મ્ય છે.

ત્યારે અધિક માસ નિમિત્તે મોરબીમાં અવની ચોકડી નજીક આવેલ એવન્યુ પાર્કની મહિલાઓએ સાથે મળી પછાત વિસ્તારમાં જઈ બિસ્કિટ, ખાદ્યતેલ જેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. કોરોનાના પગલે આર્થિક સંકળામણની પરિસ્થિતિ વચ્ચે જરૂરિયાતમંદોએ તેલ મેળવીને મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ સોસાયટીના રહીશ પ્રતિમાબેન રાવલે યાદીમાં જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/