‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ન્યૂઝ નેટવર્કના “માતૃશ્રી” જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટી નો આજે જન્મદિન

  0
  209
  /

   (ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક) મોરબી: ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક’ ના સર્વેસર્વા જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટીનો આજે જન્મદિન હોય

   ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓ, સગા-સ્નેહીજનો  તેમજ તમામ સામાજિક અગ્રણીઓ તરફથી જન્મદિનની શુભકામનાઓનો ધોધ વહ્યો હતો ત્યારે આ તકે જયશ્રીબેન બુદ્ધભટ્ટીના જીવન-કવન વિષે માત્ર એક જ શબ્દમાં પરિચય આપીએ તો તે શબ્દ છે ‘વૈષ્ણવજન’ કે જે પર દુખે દુખી અને પર સુખે સુખી રહ્યા છે તેમણે જીવનમાં ઘણો દુખ નો સમય જોયો હોય છતાં હજુ તેમના મુખે ફરિયાદ નથી ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ન્યૂઝ ના મુખ્યા હોવા છતા એક સફળ ગૃહિણી, એક સફળ બહેન, એક સફળ પત્ની અને એક સફળ માતા તરીકે તેમની છબી ઊગતા સૂર્ય ની જેમ મેઘાવી –પ્રભાવી અને તેજસ્વી રહી છે અને જેના તેજપ્રતાપે આજે ટૂંકા જ સમયમાં ‘ધ પ્રેસ ઓફ  ઈન્ડિયા’ ન્યૂઝ  નેટવર્ક ઉન્નતિ અને પ્રગતિના શિખર તરફ તેજ રફતાર સાથે આગળ ધપી રહ્યું છે અને આ બધુ જેના ઋણાનુબંધમાં રહ્યું છે તેવા અમારા માતૃશ્રી ‘જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટી’ ને આજે તેમના જન્મદિને ઈશ્વર તેમના દિર્ધાયુમાં મારી ઉમર પણ લઈ લે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ સાથે …. “વંદે માતરમ”…

  -રાધેશ બુદ્ધભટ્ટી (એડિટર ઇન ચીફ)

  ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક

   

  વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

  તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

  અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

  /