વાંકાનેર પાલિકાના ભાજપના ઉમેદવાર કોરોના પોઝિટિવ

0
60
/

જીતુ સોમાણીના ભત્રીજા અને વોર્ડ નંબર-3ના ભાજપના ઉમેદવાર રાજ સોમાણી પોઝિટિવ આવતા ચૂંટણી પ્રચારને અસર થઈ શકે 

વાંકાનેર : હાલ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી આડે ગણતરીના બે દિવસ જ બાકી છે ત્યારે આજે વોડ નંબર-૫ ના ભાજપના ઉમેદવાર અને જીતુ સોમાણીના ભત્રીજા રાજ સોમાણી કોરાના પોઝિટિવ આવતા ભાજપ છાવણીમાં સોપો પડી ગયો છે. ખાસ કરીને આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીએ મતદારોના ડોર -ટુ ડોર ચૂંટણી પ્રચાર કાર્યને પણ માઠી અસર પડે તેમ હોવાનું પણ મનાઈ રહ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/