મોરબીના ધુળકોટમાં ભાયુભાગની જમીનની ભાગબટાઈમાં તકરાર

0
102
/

બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી 

મોરબી : હાલ મોરબીના ધુળકોટ ગામે ભાયુભાગની જમીનની ભગબટાઈ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ બનાવ અંગે બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગીતાબેન ગુલાબભાઇ પરમાર (ઉ.વ. ૪૨ ધંધો ઘરકામ રહે ગામ ધુળકોટ, મોરબી) એ આરોપીઓ દેવરાજભાઇ જેસાભાઇ પરમાર, શારદાબેન દેવરાજભાઇ પરમાર, રવિભાઇ દેવરાજભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૫ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામા ફરીયાદી તથા આરોપીઓની ભાયુ ભાગની જમીન જે આ આરોપીને ફરીયાદીને ભાગ આપવો ન હોય જેથી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી મુંઢ ઇજા કરી આરોપીએ પોતાના હવાલાવાળી આઇ ટ્વેન્ટી કાર ફુલ સ્પીડમા ચલાવી ફરીયાદીના જમણા પગની આંગળીમા ટાયર અડી જતા ઇજા કરી ફરી વખત ભાયુ ભાગની જમીન માંગશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/