મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીને ઝડપી લીધો
વાંકાનેર : છેલ્લા 8 માસથી લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે થાનગઢથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપતા વાંકાનેર પોલીસે આરોપીનો કબજો લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ માસ પહેલા લૂંટના બનાવને અંજામ આપનાર 22 વર્ષીય શૈલેષ કાનાભાઇ ગોહિલને થાનગઢ સ્થિત રણેશી કારખાના સામે, આંબેડકરનગરથી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના પો. હેડ. કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, પો. કોન્સ. જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુંદ્રા સહિતનાઓને મળેલી બાતમીને આધારે ઉક્ત આરોપીને તેના નિવાસ્થાનેથી દબોચી વાંકાનેર તાલુકા પોલીસને સોંપી આપતા હવે વાંકાનેર તાલૂકા પોલીસ આરોપીની સઘન પૂછપરછ પણ કરશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide