વાંકાનેર : વાંકાનેર નજીક ઢાળ ચડાવતી વખતે ટ્રેકટર ઉલળતા ટ્રેકટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેકટરચાલકનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાકેશભાઇ ગુલાબસિંહ પટેલીયા (ઉ.વ-૧૯ ધંધો. મજુરી રહે હાલ ગારીયા તા.વાકાનેર જી.મોરબી મુળ રહે ગામ દુર્ગાપુર મહોલ્લા દુક્કડ, મધ્યપ્રદેશ) એ ગત તા.૧૩ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામા વાંકાનેરના ગારિયાથી મહિકા તરફ જતા કાચા રસ્તે કબ્રસ્તાન પાસે ગારીયા ગામની સીમમાં પોતાના હવાલા વાળુ ટ્રેકટર જી.જે.૧૨.ડી.એ-૧૬૧૬ તથા ટ્રોલી નં જી.જે.૧૨-બી.વી-૫૧૦૨ વાળુ રસ્તાનો ઢાળ ચડાવતી વખતે ટ્રેકટર ઉલળી ગયું હતું. આથી, ટ્રોલી ઉપર આવી જતા ટ્રેકટરચાલક ટ્રેકટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide