વાંકાનેરના મહિલા કંડકટરની પ્રામાણિકતા : રૂ. 17 હજાર ભરેલું રેઢું પાકીટ મુસાફરને પરત આપ્યુ

0
38
/
S. T. ડેપોનાં Ati એ માલિકને શોધી ખરાઈ કરી પાકીટ મૂળ માલિકને પરત કર્યું

વાંકાનેર : તાજેતરમા વાંકાનેર એસ.ટી. ડેપો નાં મહિલા કંડક્ટરને ફરજ દરમ્યાન રોકડ રકમ ભરેલું પાકીટ મળી આવતાં મૂળ માલિકને પરત કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.

વાંકાનેર એસ.ટી. ડેપો માં ફરજ બજાવતા સંધ્યા બેન ઠાકોરને ફરજ દરમ્યાન બસમાંથી એક રોકડ રકમ ભરેલ રેઢું પાકીટ મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતાં રૂ. 17000 જેટલી રોકડ રકમ હતી, તેઓએ આ પાકીટ લઈ વાંકાનેર ડેપો નાં ati મહેબૂબભાઈ લહેજીને જમા કરાવ્યું હતું, અને તેઓએ તપાસ કરી મૂળ માલિક ને એસ.ટી. ડેપો ખાતે બોલાવી ખરાઈ કરી પાકીટ પરત કરતા મહિલા કંડક્ટરની ઈમાનદારીને બિરદાવી હતી, હળાહળ મોંઘવારીનાં યુગમાં 17000 ભરેલું પાકીટ પરત કરી આવા પ્રેરણાદાઈ કાર્યથી વાંકાનેર ડેપો અને એસ.ટી. ની પણ પ્રતિષ્ઠા પણ વધારી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/