બે પરિવારો વચ્ચે મારમારી થયા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરના રાજગઢ ગામે પ્રેમસબંધ મામલે જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે પરિવારના સભ્યોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ ટીડાભાઇ દંતેસરીયા (ઉ.વ.૩૯, ધંધો-મજુરી, રહે.રાજગઢ, તા.વાંકાનેર) એ આરોપીઓ દયાભાઇ જીવણભાઇ અઘેરા, મયાભાઇ જીવણભાઇ અઘેરા, રોહીત ભુપતભાઇ અઘેરા, ચોથાભાઇ જીવણભાઇ અઘેરા, શિલ્પાબેન રોહીતભાઇ અઘેરા, કમીબેન જીવણભાઇ અઘેરા, હકુબેન દયાભાઇ અઘેરા, આશાબેન ચોથાભાઇ અઘેરા (રહે.બધા રાજગઢ. તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩૧ ના રોજ રાત્રિના આઠ સવા આઠ વાગ્યાના અરસામાં રાજગઢ ગામ ફરીયાદીના મકાન પાસે ફરીયાદીના ભાઇ ધર્મેશને અગાઉ એક આરોપી મહિલા સાથે પ્રેમસબંધ હોવાના આક્ષેપ હોઇ તેનો રાગદ્વેશ રાખી આરોપીઓ એકઠા થઇ ફરીયાદી તથા સાહેદો પર હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટુનો માર મારી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથિયાર વતી ફરીયાદી તથા સાહેદોને મુંઢ ઇજા પણ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide