આતંકી મસૂદ અઝહરે ફરી કરી ઝેર ભરી વાત, કહ્યું ‘પાકિસ્તાનને ભારતથી ડરવાની જરૂર નથી, કારણ કે…

0
200
/

પુલવામામાં સીઆરપીએફના જવાનો પર કાયરતા ભર્યા હુમલા બાદ આતંકવાદી મસૂદ અઝહરે પહેલી વખત મોટું નિવેદન આપ્યું છે. આતંકવાદી મસૂદ અઝહરે એકવાર ફરી ઓડિયો રિલીઝ કરીને પીએમ મોદી માટે એક મોટી વાત કહી છે. આ સાથે જ આતંકી મસૂદ અઝહરે પાકિસ્તાનીઓને ન ડરવાની સલાહ આપી છે. સાથે જ એ પણ કહ્યું છે કે ભારત આપણું ઈચ્છે તો પણ કઈ જ બગાડી શકે એમ નથી. આતંકી મસૂદ અઝહરના આ ઓડિયો સામે આવ્યા પછી વિશ્વભરમાં ખૂબ જ ઝડપથી ઉથલપાથલ થઈ રહી છે.

ઓડિયો રજુ કરીને આતંકી મસૂદ અઝહરએ દાવો કર્યો છે કે તેને કોઈનો છેડો પકડ્યો નથી અને ન પુલવામા હુમલાના આતંકી ડારને એ કદી મળ્યો છે. આ સિવાય આ ઓડિયોમાં આતંકી મસૂદે પ્રધાનમંત્રીને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. આતંકી મસૂદે પુલવામા હુમલા દ્વારા પીએમ મોદી પર નિશાન સાધ્યું છે, તો પાકિસ્તાનને ન ડરવાની સલાહ આપી છે. આ સિવાય પણ તેને ઘણા દાવાઓ પણ કર્યા છે. આ ઓડિયોના સામે આવ્યા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

કાશ્મીરમાં પીએમ મોદી થઇ ગયા ફેલ 
આતંકી મસૂદે પોતાના ઓડિયોમાં કહ્યું છે કે પુલવામામાં જે હુમલો થયો છે, તેનું પરિણામ પીએમ મોદીએ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે. આ સિવાય પીએમ મોદીની નીતિ કાશ્મીરમાં સંપૂર્ણ રીતે ફેલ થઇ ગઈ. એ માટે હવે તે આ પ્રકારની નિવેદનબાજી કરે છે. આતંકી મસૂદનું એમ પણ કહેવું છે કે તે પાકિસ્તાનને ક્યારેય પણ યુદ્ધમાં અખવામાં માંગતો નથી અને એ ક્યારેય પણ આદિલ ડારને મળ્યો નથી, જેને પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે

પાકિસ્તાન સાથે છે ચીન 
આતંકી મસૂદે પાકિસ્તાનીઓ માટે પણ એક સંદેશો રજૂ કર્યો છે, જેમાં તે પાકિસ્તાનની જનતાને કહી રહ્યો છે કે તમારે ડરવાની જરૂર નથી, કારણ કે ચીન પાકિસ્તાન સાથે છે અને જ્યા સુધી ચીનનો સાથ છે, ત્યાં સુધી ભારતથી ડરવાની જરૂર નથી. આ સિવાય આ ઓડિયોમાં તેને પાકિસ્તાનની સરકાર, ઇમરાન ખાન અને પાકિસ્તાની મીડિયાને ડરપોક કહયા છે. તેને પાકિસ્તાનને એમ પણ કહ્યું કે તમારી સાથે ઘણા મોટા મોટા દેશો છે, એવમાં તમારે ડરવાની જરૂર નથી.

ટ્રમ્પએ આપ્યો પાકિસ્તાનને ઝટકો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પુલવામા હુમલા પર વાત કરતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખતરનાક માહોલ છે, પરંતુ અમે આવા માહોલમાં શાંતિ ઇચ્છીયે છીએ, જેની કોશિશ અમે કરતા રહીશું. આ સિવાય પાકિસ્તાનને ઝટકો આપતા ટ્રમ્પએ અમેરિકા તરફથી પાકિસ્તાનને કરવામાં આવતો મદદ તાત્કાલિક પ્રભાવથી રોકી દીધી છે, જેનાથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/