શું ગુજરાતમાં પણ લદાશે લોકડાઉન ? જાણો કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યના ચીફ સેક્રેટરીને શું લખ્યો પત્ર ?

0
958
/

ગાંધીનગર: હાલ દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે.  કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.  દેશમાં કોવિડના કેસો વધતા આ પત્ર લખ્યો છે.  તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસો બાબતે પગલાં લેવા આદેશ કર્યા છે.  જરૂર જણાય તો  પ્રતિબંધો લગાવવા પણ  નિર્દેશ કર્યો છે.  રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ, વેકસિનેશન વધારવા પણ નિર્દેશ કરાયા છે.  વધતા કોરોના કેસ સંદર્ભે મીડિયા બ્રિફિંગ માટે પણ સૂચન અપાયા છે.

કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે રાજ્ય તથા કેંદ્ર શાસિત પ્રદેશમાં તહેવારોની સિઝનમાં ભીડને નિયંત્રણમાં રાખવા માટે જરુરના હિસાબે સ્થાનિક સ્તર પર પ્રતિબંધો લગાવવા પર વિચાર કરે. ઓમિક્રોનના ખતરાને લઈ કેંદ્રીય સ્વાસ્થ્ય વિભાગ ખૂબ જ સતર્ક છે. ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ ફરી મૂકવામાં આવ્યા છે. હવે લોકોને પણ ફરી લોકડાઉન આવશે  તેવો ભય સતાવી રહ્યો છે.

તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 21 ડિસેમ્બરના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સૂચનોના અમલીકરણની ખાતરી કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આદેશોની તપાસ કરવા જણાવ્યું હતું. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “દેશમાં સંક્રમણના સારવાર હેઠળના કેસોમાં ઘટાડો થયો છે. જો કે, નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ ‘ડેલ્ટા’ VOCs કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે અને તે COVID-19 સામે લડવા માટે લેવામાં આવેલા પગલાંને પણ પડકારી રહ્યું છે.

ઓમિક્રોનના કહેર વચ્ચે દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 30માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6531 નવા કેસ નોંધાયા છે અને 162 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.  7141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 75,841પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 578 થયા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/