વાંકાનેર : જડેશ્વર રોડ નજીક જુગાર રમતા છ ઝડપાયા

0
52
/
આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 જપ્ત

વાંકાનેર : આજે વાંકાનેરના જડેશ્વર રોડ પર જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 જપ્ત કરી છે. પોલીસે આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

ગઈકાલે તા. 30ના રોજ વાંકાનેરના એસ્સારના પંપ પાછળ ખડીપરા ઇંટુના ભઠ્ઠા પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમી રમતા મહેશભાઇ ગોવીંદભાઇ પલાણી, ગોપાલભાઇ લધુભાઇ મદ્રેસાણીયા, વશરામભાઇ પ્રેમજીભાઇ વરાણીયા, બટુકભાઇ ઠાકરસીભાઇ ઉભડીયા, મુકેશભાઇ હરખુભાઇ વીકાણી તથા શૈલેષભાઇ દેવશીભાઇ વીકાણીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 અને મોબાઈલ સહીત કુલ રૂ. 75,100નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપીઓની અટકાયત કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/