હળવદ: તાજેતરમા હળવદ તાલુકાના સુરવદર ગામે છેલ્લા એકાદ મહિનાથી ગામ લોકોને પીવાનું પાણી નહીં મળતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ગામની મહિલાઓને પીવાનું પાણી લેવા માટે દૂર દૂર સુધી ભટકવુ પડી રહ્યું હતું. ગામમાં પંચાયત હસ્તકનો પાણીનો બોર તો છે પરંતુ તેમાં ક્ષાર યુક્ત પાણી આવવાને કારણે તે પાણી પીવામાં ઉપયોગ ન થઇ શકતું હોવાને લીધે ગ્રામજનોએ નર્મદાનું પાણી આપવા માટે રજૂઆતો કરી હતી.
આમ તો સુરવદરમાં મીઠું પાણી આપવામાં આવતું હતું પરંતુ ધનાળા નજીક પસાર થતી રેલવે લાઈનનું કામ ચાલુ હોય જેને કારણે ગામમાં પાણી પહોંચાડવામાં તકલીફ આવતી હોય જેનું તાત્કાલિક નિરાકરણ કરી સુરવદરને પાણી આપવા માટે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી જણાવ્યું હતું. જેથી આ રજુઆતનું સુખદ નિરાકરણ આવ્યું છે અને હાલ સુરવદરમાં પાણી આપવાનું ચાલુ કરી દીધું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide