ટંકારા : સમગ્ર ગુજરાતમાં મગફળી રજીસ્ટ્રેશનમાં ટંકારા તાલુકો મોખરે છે

0
67
/
બે દિવસમાં 5205ની ઓનલાઈન નોંધણી સાથે ટંકારા તાલુકો પ્રથમ સ્થાને

ટંકારા : હાલ સમસ્ત રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મગફળી રજીસ્ટ્રેશનમાં બે દિવસમાં જ ટંકારા તાલુકો સમગ્ર ગુજરાતમાં મોખરે રહ્યો છે અને બે દિવસમાં 5205ની ઓનલાઈન નોંધણી સાથે ટંકારા તાલુકો પ્રથમ સ્થાને આવ્યો છે.

મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ચાલતી ઓનલાઈન નોંધણી વચ્ચે વિલેજ કોમ્યુટર ઓપરેટરોની હડતાલને પગલે જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલાએ ખેડૂતોને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. જેમાં તેમણે અગાઉથી મિટિંગો યોજી અને સમાધાનકારી વલણ સાથે સમજાવટ કરી ખેડૂતો હેરાન ના થાય તે માટેની યોગ્ય કાળજી લઇ પ્રથમ દિવસથી જ મહત્તમ ટેબલો ઉપર રજીસ્ટ્રેશન, વધુ આઈ.ડી. પાસવર્ડ જનરેટ કરી, દર કલાકમાં નોંધાતા રજીસ્ટ્રેશનનું ફલોઅપ લઈને યોગ્ય વ્યવસ્થા ગોઠવેલ હતી.

જેથી, બે દિવસમાં ટંકારા તાલુકો સમગ્ર રાજ્યમાં મગફળી રજીસ્ટ્રેશનમાં પ્રથમ સ્થાન પર આવ્યો છે. જેમાં ટંકારા તાલુકામાં બે દિવસમાં 7385માંથી 5205 એન્ટ્રી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામા નોંધણીને લઈને ખેડુતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે અન્ય તાલુકાના અધીકારીઓએ ટંકારાનો દાખલો જોઈ કામગીરીને અસરકારક બનાવે તે જરૂરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/